નાગરિકતા કાયદા અંગે શાહીન બાગમાં થઈ રહેલા પ્રોટેસ્ટના ચોંકાવનારા VIDEO થયા વાઈરલ
નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) વિરુદ્ધ દિલ્હીના શાહીન બાગ (Shaheen Bagh) માં લગભગ એક મહિનાથી ધરણા પર બેઠેલી મહિલાઓને લઈને ભાજપ (BJP) ના નેતા અમિત માલવીયએ ટ્વીટ કરી છે. જેમાં એક યુવક કહી રહ્યો છે કે આ ધરણામાં બેસવા માટે મહિલાઓની શિફ્ટ લાગી છે અને તેના માટે તેમને 500 રૂપિયાથી લઈને 700 રૂપિયા મળી રહ્યાં છે. ભાજપના નેતાએ આ ટ્વીટમાં લખ્યું કે શાહીન બાગ વિરોધનો પર્દાફાશ...તેની આગળ તેમણે લખ્યું કે બધુ પૈસા માટે છે.
Trending Photos
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) વિરુદ્ધ દિલ્હીના શાહીન બાગ (Shaheen Bagh) માં લગભગ એક મહિનાથી ધરણા પર બેઠેલી મહિલાઓને લઈને ભાજપ (BJP) ના નેતા અમિત માલવીયએ ટ્વીટ કરી છે. જેમાં એક યુવક કહી રહ્યો છે કે આ ધરણામાં બેસવા માટે મહિલાઓની શિફ્ટ લાગી છે અને તેના માટે તેમને 500 રૂપિયાથી લઈને 700 રૂપિયા મળી રહ્યાં છે. ભાજપના નેતાએ આ ટ્વીટમાં લખ્યું કે શાહીન બાગ વિરોધનો પર્દાફાશ...તેની આગળ તેમણે લખ્યું કે બધુ પૈસા માટે છે.
Shaheen Bagh protest is sponsored... सारा कांग्रेस का खेल है... pic.twitter.com/JOKIO2qK7P
— Amit Malviya (@amitmalviya) January 15, 2020
ભાજપના નેતા માલવીયએ ટ્વીટ કરીને લખ્યું કે શાહીન બાગ પ્રોટેસ્ટ પ્રાયોજિત છે. બધો કોંગ્રેસનો ખેલ છે. હકીકતમાં CAA અને NRC વિરુદ્ધ દિલ્હીના શાહીન બાગમાં ધરણા પર બેઠેલી મહિલાઓનું કહેવું છે કે નાગરિકતાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદો બંધારણની વિરુદ્ધમાં છે. આ જ કારણે તેઓ નાગરિકતા સંબંધિત પ્રમાણપત્ર બતાવશે નહીં.
જો આ વીડિયોની વાત કરીએ તો તેમાં બે લોકો પરસ્પર વાત કરી રહ્યાં છે જેમાં એક યુવક કહે છે કે આ ધરણામાં મહિલાઓને સામેલ થવા માટે 500-700 રૂપિયા આપવામાં આવી રહ્યાં છે અને તેઓ શિફ્ટમાં બેસે છે. તેઓ કહે છે કે જેમ કે 100 મહિલાઓ ધરણા પર બેઠી છે અને તે 100 મહિલાઓ જાય કે તરત બીજી મહિલાઓ સામેલ થઈ જાય છે. એટલે કે તેમની સંખ્યા ઓછી થવી જોઈએ નહીં.
कश्मीर में 500 ₹ में पत्थरबाज़ी कराते थे शहीन बाग में 500₹ में बग़ावत कारते है
ये कौन है जो चंद रुपयों के लिए बेबस हिंदुओं,सिखों,जैनियों,बौध और ईसाइयों के पीड़ा को नज़रअन्दाज़ कर केवल अपने जेबों की चिंता करते है?? pic.twitter.com/StGVLkEzqW
— Sambit Patra (@sambitswaraj) January 16, 2020
આ સાથે જ વીડિયોમાં એક યુવક આગળ કહે છે કે આ ધરણામાં બેઠેલી મહિલાઓ માટે ચાર-બીરયાની બધી ચીજોની વ્યવસ્થા કરાઈ છે. તે યુવક આગળ કહે છે કે આ લોકો બસ પૈસા કમાય છે, અહીં વિરોધ જેવું કશું થતું નથી.
આ બાજુ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ ટ્વીટ કરીને લખ્યું કે કાશ્મીરમાં 500 રૂપિયામાં પથ્થરબાજી કરાવતા હતાં, શાહીન બાગમાં 500 રૂપિયામાં બળવો કરાવે છે. આ કોણ છે, જે થોડા પૈસા માટે લાચાર હિન્દુઓ, શીખ, જૈન, બૌદ્ધ, અને ખ્રિસ્તિઓની પીડાને નજરઅંદાજ કરીને ફક્ત પોતાના ખિસ્સાઓની ચિંતા કરે છે?
(ખાસ નોંધ: ZEE NEWS આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે